HomeMorbiમોરબીમાં શેરબજારના નામે રૂ.86.25 લાખની સાયબર ઠગાઈ, નકલી નફો બતાવી યુવકને કરોડોની...

મોરબીમાં શેરબજારના નામે રૂ.86.25 લાખની સાયબર ઠગાઈ, નકલી નફો બતાવી યુવકને કરોડોની રમતના ઝાંસામાં લીધો!

મોરબીમાં શેરબજારમાં મોટો નફો કમાવવાની લાલચ આપી યુવક સાથે રૂ.86.25 લાખની સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શરૂઆતમાં નાની રકમ પર નફો પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગ ટોળકીએ યુપીઆઈ, બેન્ક ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશિપમા રહેતા અને વેપાર કરતાં ૪૫ વર્ષીય ભરતભાઈ ખિમજીભાઈ વરમોરાએ આરોપી રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ, નચીકેતભાઈ બળદેવભાઈ રબારી વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકણ કરાવવાની ખોટી સ્કીમો આપી આરોપીઓએ માધવભાઈ શેઠના એજન્ટ બની ફરીયાદીના પુત્ર પલ્લવને ફોન કરી શરૂઆતમાં નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી રૂ.૯૪૦૦/-ની રકમ નફા પેટે પરત આપી જાસામાં લઈ મોટી રકમનું રોકાણ કરવા ફરીયાદના પુત્ર પાસેથી અલગ અલગ યુપીઆઇ – બેન્ક ટ્રાન્ઝેકશન મારફતે રૂ.૪,૮૭,૩૫૦/- તથા આંગડીયા પેઢી મારફતે આરોપી નચીકેભાઈના નામથી હિમતનગર ખાતે પી.એમ .આગડીયા પેઢી ખાતે રૂ. ૮૧,૪૮,૦૦૦/- મળી કુલ રૂ. ૮૬, ૨૫,૯૫૦/- ની રકમની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular