HomeMorbiમોરબીમાં ‘સામે કેમ જુએ છે?’ મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો, ગાળો...

મોરબીમાં ‘સામે કેમ જુએ છે?’ મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો, ગાળો આપી પાઈપ-ઘણથી માર માર્યાની ફરિયાદ

મોરબીના વાવડી રોડ પર બાવળીયા પીરની દરગાહ પાસે જૂની અદાવતના ખાર રાખી ત્રણ શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પાઈપ અને ઘણ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ સુમિતનાથ સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર (ઉ.વ.૩૨) એ આરોપી બાબુ સંધી, સલીમ ઉર્ફે સલો, મકબુલ સંધી રહે. ત્રણેય મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ સામુ જોવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને ઘણ અને પાઈપ વડે શરીરે આડેધડ માર મારી ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular