HomeMorbiમોરબીમાં PGVCLના પડતર પ્રશ્નોના નિકાલ અર્થે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશે સમીક્ષા...

મોરબીમાં PGVCLના પડતર પ્રશ્નોના નિકાલ અર્થે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશે સમીક્ષા બેઠક

મોરબી વિસ્તારના પ્રજાજનો અને ઉદ્યોગકારોના PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ.)ને લગતા પડતર પ્રશ્નોના ત્વરિત અને કાયમી નિરાકરણ અર્થે ગુજરાત સરકારના માનનીય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ બેઠક તા. ૧૪-૦૯-૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે PGVCL કચેરી, મોરબી-૨ ખાતે યોજાશે. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં માનનીય મંત્રી ઉપરાંત સ્થાનિક સાંસદ સભ્યો, ધારાસભ્યો, મેનેજિંગ ડિરેક્ટર તેમજ PGVCL રાજકોટ અને મોરબીના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહી પ્રશ્નોની સમીક્ષા કરશે.

આ સમીક્ષા બેઠક પૂર્વે મોરબીના ઉદ્યોગકારો તથા સામાન્ય નાગરિકો પોતાના વિજ કંપનીને લગતા પ્રશ્નો કે રજૂઆતો યોગ્ય રીતે પહોંચાડી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રજાજનોને PGVCL સબંધી સમસ્યાઓ હોય, તેમણે પોતાની લેખિત અરજી તા. ૧૨-૦૯-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં બે નકલમાં માનનીય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ઉમા ટાઉનશીપ, મોરબી સ્થિત કાર્યાલય ખાતે જમા કરાવવાની રહેશે.

RELATED ARTICLES

Most Popular