HomeMorbiવાંકાનેરના બોકડથંભામાં ‘ખબર કાઢવા’ આવેલી મહિલા તિજોરી સાફ કરી ફરાર! પીઠમાં ખંજવાળનું...

વાંકાનેરના બોકડથંભામાં ‘ખબર કાઢવા’ આવેલી મહિલા તિજોરી સાફ કરી ફરાર! પીઠમાં ખંજવાળનું બહાનું કરી રૂ.63 હજારના દાગીના ઉડાવ્યા

વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી અજાણી મહિલાએ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પીઠમાં ખંજવાળ આવતી હોવાનું કહી રૂમમાં જઈ કપડા બદલવાના બહાને દરવાજો બંધ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણી મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સબંધી મનિયાબેન સાથે અજાણી મહીલા ફરીયાદીના સાસુની બીમારીની ખબર પુછવા માટે આવેલ અને પીઠમાં ખંજવાળ આવે છે તેવુ બહાનુ કરી કપડા બદલવાની વાત કરી ફરીયાદીના રૂમમા જઈ તિજોરીમા મુકેલ સોનાની બુટી જોડ બે જેનો આશરે ૧૩ ગ્રામ જેટલો છે. જેની આશરે કિ.રૂ-૫૦,૦૦૦/-વાળી તથા ચાંદીના જાડા સાકળા આશરે વજન ૩૦૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૧૩,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા-૬૩,૦૦૦/-ના મતાની ફરીયાદીના ઘરના સભ્યોની નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular