HomeMorbiછેલ્લી ઓવરના છેલ્લા બોલે છક્કો : ગજડી ગામમાં ટંકારા પોલીસ ત્રાટકી, 7...
છેલ્લી ઓવરના છેલ્લા બોલે છક્કો : ગજડી ગામમાં ટંકારા પોલીસ ત્રાટકી, 7 ઝડપાયા; રોકડ રૂ.91 હજાર સહિત રૂ.1.16 લાખ જપ્ત
ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા અને રમાડતા ઈસમો સામે ટંકારા પોલીસે કાર્યવાહી કરી છે. દરોડામાં સાત ઈસમો ઝડપાયા હતા, જ્યારે તેમની પાસેથી રૂ.91 હજાર રોકડા, પાંચ મોબાઇલ ફોન અને આંકડા લખેલું પતકડું મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ગજડી ગામે બાળ મંદીર પાસે ચોકમાં કાનજીભાઇ હીરાભાઈ ઝારીયા રહે. ગજડી તા.ટંકરા જી.મોરબી વાળો માણસોને ભેગા કરી જાહેરમાં જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) કાનાભાઇ હીરાભાઇ ઝારીયા (ઉ.વ. ૩૯) રહે. ગજડી તા.ટંકારા જી.મોરબી (૨) હકાભાઇ છગનભાઈ ઝારીયા (ઉ.વ. ૩૭) રહે. ગજડી તા.ટંકારા જી.મોરબી (૩) રાજેશભાઇ ઉર્ફે લાલાભાઇ દેવાયતભાઇ ડાંગર (ઉ.વ. ૩૭) રહે. ગજડી તા.ટંકારા જી.મોરબી (૪) કિશોરભાઇ રૂગનાથભાઈ જીવાણી (ઉ.વ. ૫૦) રહે. હાલ મોરબી રવાપર રોડ, ઘુનડા રોડ બાલાજી એપાર્ટમેન્ટ ફલેટ-૩૦૧ મુળ ગામ ખાનપર તા.જી.મોરબી (૫) વિપુલભાઇ સવજીભાઇ ધોડાસરા (ઉ.વ. ૪૬) રહે. ખાનપર ગોડાઉન વાળી શેરીમાં તા.જી.મોરબી (૬) લાલજીભાઇ મેરામભાઈ ઝારીયા (ઉ.વ. ૪૦) રહે. ગજડી તા.ટંકારા જી.મોરબી (૭) કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડીયા (ઉ.વ. ૩૪ ) રહે. મોરબી નાની વાવડી પ્રમુખ દવાખાના વાળી શેરીમાં તા.જી.મોરબી મુળ ગામ ફડસર તા.જી.મોરબી વાળાને રોકડ રૂપીયા ૯૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૨૫,૦૦૦/- તથા આંકડા લખેલ પતકડુ કી.રૂ. ૦૦/૦૦ મળી કુલ કી.રૂ. ૧,૧૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.