HomeMorbiમોરબીના વાવડી રોડ પર જુગારધામનો પર્દાફાશ: 9 મહિલાઓ સહિત 10 ઝડપાયા, રૂ....
મોરબીના વાવડી રોડ પર જુગારધામનો પર્દાફાશ: 9 મહિલાઓ સહિત 10 ઝડપાયા, રૂ. 24,400 રોકડ જપ્ત
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ન્યુ ગાયત્રી સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 9 મહિલાઓ સહિત 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસએ સ્થળ પરથી રૂ. 24,400ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલી ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.-૩ માં જાહેર જગ્યા પર ગોળ કુંડાણું વળી પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ૦૯ મહિલાઓ સહિત ૧૦ વ્યક્તિ ચંદ્રકલાબેન હરીશચંદ્ર રામકીશન જાદવ રહે. સિધ્ધીવિનાયક શેરી નં ત્રણ તા. જિ.મોરબી, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત રહે. રવાપર ગામ તા.જિ.મોરબી, ગીતાબેન હકાભાઈ સુરેલા રહે. ન્યુ ગાયત્રી સોસાયટી તા.જિ.મોરબી, રીનાબેન આશીષભાઈ મકવાણા રહે. ન્યુ ગાયત્રી સોસાયટી તા.જિ.મોરબી, ભુમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ પટેલ રહે. સિધ્ધીવિનાયક સોસાયટી નાની વાવડી તા. જિ. મોરબી, શિતલબેન ઉપેનભાઈ ગોવાણી રહે. ન્યુ ગાયત્રી સોસાયટી તા.જિ.મોરબી, કાજલબેન દીપકભાઈ ચોટલીયા રહે. વાવડી ગામ ન્યુ ગાયત્રી નગર ખોડીયા ડેરી પાસે મોરબી, જયશ્રીબેન હરપાલભાઈ જોષી રહે. વાવડી ન્યુ ગાયત્રી નગર ત્રણ મોરબી, અંસોયાબેન ઉર્ફે હશીબેન હર્ષદભાઈ ઉર્ફે હરેશભા ભટ્ટાસણા રહે. સિધ્ધી વિનાયક સોસાયટી વાવડી મોરબી, સવિતાબેન શાંતીલાલભાઇ મનાણી વાવડી ન્યુ ગાયત્રી સોસાયટી શેરી ત્રણ મોરબી વાળાને રોકડ રૂપિયા ૨૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.