HomeMorbiમોરબી LCBની મોટી કાર્યવાહી: 54 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સહિત 6...

મોરબી LCBની મોટી કાર્યવાહી: 54 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સહિત 6 નાસતા-ફરતા આરોપી ઝડપાયા

સરહદી રેન્જ ભુજની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી કુલ 6 નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી આઈ.જી.પી. સરહદી રેન્જ ભુજ દ્વારા ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા હાસિલ કરી છે. બાતમીદારો અને ટેકનિકલ માધ્યમોની મદદથી પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી કૂલ ૬ નાસતા-ફરતા આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી ગુજરાત અને રાજસ્થાનમાં ૫૪ જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન પકડાયેલા આરોપીઓમા શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (રહે. લાલપર, મોરબી), સોમાભાઈ લઘુભાઈ વાઘેલા(રહે. જડેશ્વર મંદિર પાસે, મોરબી), નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (રહે. લીલાપર, મોરબી), ગનીભાઈ જાકુબભાઈ નોડે કચ્છી મુસ્લિમ (રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે, મોરબી), સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (રહે. વીસીપરા, મોરબી), પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (રહે. લીમડી પ્રતાપનગર, દાહોદવાળાને ઝડપી પાડેલ છે.

RELATED ARTICLES

Most Popular