HomeMorbiટંકારાના નાના ખીજડીયામાં પરપ્રાંતીય મજૂરની માહિતી છુપાવવી પડી ભારે, વાડી માલિક સામે...

ટંકારાના નાના ખીજડીયામાં પરપ્રાંતીય મજૂરની માહિતી છુપાવવી પડી ભારે, વાડી માલિક સામે ગુનો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખેતરમાં પરિવાર સાથે રહેતા પરપ્રાંતીય મજૂરની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો. મજૂરની માહિતી પોલીસમાં નોંધાવાઈ ન હોવાનું જણાતા વાડી માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ.

ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ નાના ખીજડીયાથી ઘુનડા (ખા.) જતા રસ્તે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખેતરની ઓરડીમાં રહીને ખેત મજુરી કરતા પ્રવિણભાઈ રમેશભાઈ બામણીયા (ઉં.વ. ૧૯, મૂળ રહે. એમ.પી.) નામના પરપ્રાંતીય મજૂરની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે તે છેલ્લા ત્રણેક મહિનાથી જયંતીભાઈ પરસોતમભાઈ બારેયાની વાડીમાં પરિવાર સાથે કામ કરે છે.

વાડી માલિક જયંતીભાઈ બારેયા (ઉં.વ. ૫૩, રહે. નાના ખીજડીયા) ને પૂછપરછ કરતા તેમણે પરપ્રાંતીય મજૂરની કોઈ પણ જાણકારી ટંકારા પોલીસ સ્ટેશનમાં આપેલ ન હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન ન કરવા બદલ ટંકારા પોલીસે વાડી માલિક વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular