HomeMorbiકુબેરનગરના ભાડાના મકાનમાં દારૂનો ધંધો! પોલીસના દરોડામાં રૂ.1.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
કુબેરનગરના ભાડાના મકાનમાં દારૂનો ધંધો! પોલીસના દરોડામાં રૂ.1.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબીના કુબેરનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરવાની કથિત પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા અલગ-અલગ બ્રાન્ડની કુલ 34 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.1,42,700ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
દરોડા દરમિયાન રઘુવિરસિંહ ઉર્ફે દાદુભાઈ ભગવતસિંહ બારહટને પોલીસે ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો વરૂણદાન નવલદાન ગઢવી સાથે ભાગીદારીમાં વેચાણ કરવાના હેતુથી મકાનમાં રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી બ્લેન્ડર પ્રાઈડ, જેમસન, બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક ડોગ, જોની વોકર બ્લેક લેબલ અને દૂઅર્સ સહિતની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.
આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી હાજર આરોપીની અટકાયત કરી છે. જ્યારે ફરાર આરોપી વરૂણદાન નવલદાન ગઢવીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.