HomeMorbiમોરબી સિરામિક ઉદ્યોગમાં ખાસ મુલાકાત: નિવૃત્ત ન્યાયાધીશ અને DOP અંબાલાલ પટેલે બ્લુઝોન...

મોરબી સિરામિક ઉદ્યોગમાં ખાસ મુલાકાત: નિવૃત્ત ન્યાયાધીશ અને DOP અંબાલાલ પટેલે બ્લુઝોન ફેક્ટરીની લીધી મુલાકાત

મોરબી: ગુજરાત સરકાર દ્વારા Director of Prosecution (DOP) તરીકે નિયુક્ત થયેલા તથા નિવૃત્ત ન્યાયાધીશ શ્રી અંબાલાલ આર. પટેલે તેમના ધર્મપત્ની સાથે મોરબીની બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબીના DGP વિજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન અંબાલાલ આર. પટેલનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગ, ઉત્પાદન પ્રક્રિયા તેમજ સિરામિક ક્ષેત્રની કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.

લાંબા ન્યાયિક અનુભવ ધરાવતા અંબાલાલ પટેલની સરળતા અને નિષ્ઠાભરી મુલાકાતને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો દ્વારા ગૌરવ અને પ્રેરણાનો અવસર ગણાવવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular