HomeMorbiમોરબીમાં ACBનો મોટો ટ્રેપ: રૂ.25 હજારની લાંચ લેતા વર્ગ-1ના અધિકારી સહિત બે...

મોરબીમાં ACBનો મોટો ટ્રેપ: રૂ.25 હજારની લાંચ લેતા વર્ગ-1ના અધિકારી સહિત બે રંગેહાથ ઝડપાયા

મોરબી: લાલબાગ સ્થિત સેવાસદનમાં આવેલી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના કમ્પાઉન્ડમાં મોરબી ACBએ ટ્રેપ ગોઠવી રૂ.25,000ની લાંચ સ્વીકારતા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસીલીટેટર ફોર ફેક્ટરીઝ જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (વર્ગ-1) અને તેમના ખાનગી ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીની મુલાકાત દરમિયાન હેરાનગતિ ન કરવા બદલ કન્સલ્ટન્ટ પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ACBએ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ACBનો સંપર્ક કરતાં સમગ્ર ટ્રેપ ગોઠવાયો હતો.

ટ્રેપ દરમિયાન અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદીએ રૂ.25,000ની લાંચની રકમ ડ્રાઇવર અજયસિંહને આપી હતી. પંચોની હાજરીમાં રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે બંનેને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી મોરબી ACB PI પી.એ. દેકાવાડિયાના નેતૃત્વમાં તથા રાજકોટ ACB એકમના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાથ ધરાઈ હતી.

RELATED ARTICLES

Most Popular