HomeMorbiસુરેન્દ્રનગરના મારામારી-એટ્રોસિટી કેસનો ફરાર આરોપી મોરબીમાં ઝડપાયો
સુરેન્દ્રનગરના મારામારી-એટ્રોસિટી કેસનો ફરાર આરોપી મોરબીમાં ઝડપાયો
મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લાતીપ્લોટ વિસ્તારમાંથી પાંચ મહિનાથી ફરાર આરોપી સુનિલભાઈ વિરમગામી ઝડપાયો છે. સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝનના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી બાદ તેને સુરેન્દ્રનગર પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મારામારી તેમજ એટ્રોસીટીના ગુન્હામાં આરોપી છેલ્લા પાંચ માસ થી નાસતો ફરતો હોય આરોપી સુનિલભાઇ દીલીપભાઇ વિરમગામી દેવીપુજક રહે-દુધરેજ વાણવાટી નગર સુરેન્દ્રનગરવાળાને લાતીપ્લોટ વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.