HomeMorbiમાળિયા મિયાણામાં પત્ની પર પતિ સહિત ત્રણનો હુમલો
માળિયા મિયાણામાં પત્ની પર પતિ સહિત ત્રણનો હુમલો
દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા ગયેલી મહિલાને ધોકા-ઢીકાપાટુથી માર માર્યાની ફરિયાદ
માળિયા મિયાણામાં દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા સાસરે ગયેલી પરિણીતાને પતિ સહિત ત્રણ વ્યક્તિઓએ ગાળો આપી ધોકા અને ઢીકાપાટુથી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા મીયાણામા રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણીએ આરોપી ઉમરભાઈ હાજીભાઈ સામતાણી, રસીલા, ખેરૂનબેન હાજીભાઈ સામતાણી રહે. ખીરઇ ગામ તા. માળિયા મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમની દીકરી અલફીઝાના કપડા તથા સ્કુલબેગ લેવા માટે તેમના પતીને ઘરે જતા ત્યા આરોપી ઉમરભાઈ હાજર હોય જેમને પોતાનુ લગ્ન જીવન ન બગાડવા માટે સમજવતા આરોપી નં એક દમથી ઉશ્કેરાઈ જઈ આરોપી સાથે ગાળાગાળી કરી ફરીયાદિને વાડથી પકડી નીચે પાડી ઢીકા પાટુનો મુંઢમાર મારી બાજુમા પડેલ લાકડાના ધોકા વડે મુંઢ માર મારી તથા આરોપી રસીલાએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળાગાળી કરી ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારી તથા આરોપી ખેરૂબેનએ ફરીયાદિને ગાળો આપી ગળાના ભાગે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.