HomeMorbiરવીરાજ ચોકડી પાસે SOGનો દરોડો: કેબિનમાંથી 958 ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા

રવીરાજ ચોકડી પાસે SOGનો દરોડો: કેબિનમાંથી 958 ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા

મોરબી SOGની ટીમે બાતમીના આધારે રવીરાજ ચોકડી નજીક ‘મેલડીની મહેર’ કેબિનમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા. પોલીસે ગાંજો, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કર્યો.

મોરબી એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી પ્રિન્સ પ્રવિણભાઇ ધંધુકીયા (રહે. રણછોડનગર, મોરબી) અને વિપુલભાઇ રમેશભાઇ કુંજરીયા (રહે. વાવડી રોડ, મોરબી) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેમની પાસેથી ૯૫૮ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૪૭,૯૦૦/-, ગાંજાના વેચાણમાંથી મેળવેલા રોકડ રૂ. ૨૩,૫૦૦/- અને રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૯૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે SOG ટીમે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અર્થે તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

RELATED ARTICLES

Most Popular