HomeMorbiમાળિયા પાસે બેફામ ટ્રકનો કહેરઃ ૨૩ ઘેટાં અને ૨ બકરાંનાં મોત, ૩૦થી...

માળિયા પાસે બેફામ ટ્રકનો કહેરઃ ૨૩ ઘેટાં અને ૨ બકરાંનાં મોત, ૩૦થી વધુ પશુઓ ઘાયલ

માળિયા મીયાણા: કંડલા-મોરબી હાઈવે પર માળિયા નજીક જિયો પંપ સામે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલા ટ્રકે રસ્તો ક્રોસ કરી રહેલા ઘેટાં-બકરાંના ટોળાને અડફેટે લેતાં ૨૫ પશુઓનાં મોત થયા હતા, જ્યારે ૩૦થી વધુ પશુઓ ઘાયલ થતાં માલધારી પરિવારને મોટું નુકસાન થયું છે.

આ અંગે મળતી માહિતી મુજબ કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામના વિભાભાઈ મંગાભાઈ રબારી પોતાના ભાઈ ગોવાભાઈ સાથે આશરે ૫૦૦ ઘેટાં-બકરાં લઈને સુરજબારીથી મોરબી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન માળિયા નજીક જિયો પંપ સામે પશુઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મોરબી તરફથી પૂરઝડપે આવેલા ટ્રક નં. RJ-07-GF-8171ના ચાલકે ગફલતભરી રીતે ટ્રક હંકારી પશુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૨૩ ઘેટાં અને ૨ બકરાંનાં સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ૩૦થી વધુ પશુઓ ઘાયલ થયા હતા. બનાવમાં માલધારી પરિવારને અંદાજે રૂ. ૬૦થી ૬૫ હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલક ઉસ્માન મોહમદ રમજાન નાયચ સામે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular