HomeMorbiવાંકાનેરમાં નજીવી બાબતે બબાલ! ઈંટના ઘા ઝીંકી માતા-પુત્રને કર્યા ઈજાગ્રસ્ત 

વાંકાનેરમાં નજીવી બાબતે બબાલ! ઈંટના ઘા ઝીંકી માતા-પુત્રને કર્યા ઈજાગ્રસ્ત 

વાંકાનેરના આંબેડકરનગરમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં માતા અને પુત્ર પર હુમલાની ઘટના સામે આવી છે. મોટરસાઇકલ પર આવેલા શખ્સે યુવક સાથે બોલાચાલી કર્યા બાદ રોડ પર પડેલી ઈંટથી તેના માથામાં ઘા ઝીંક્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા માતાને પણ માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા કાર્તિકભાઈ અશોકભાઈ મકવાણા પોતાના ઘર પાસે ઊભા હતા, ત્યારે મોટરસાઇકલ લઈને આવેલા ભાવિનભાઈ ઉર્ફે પીન્ટુ વિક્રમભાઈ ચાવડાએ ‘તું મારી સામે કેમ જુએ છે?’ તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં આરોપીએ ગાળો આપી રોડ પર પડેલી ઈંટ કાર્તિકભાઈના માથામાં મારી હતી. આ દરમિયાન બૂમાબૂમ થતાં તેમને બચાવવા દોડી આવેલા માતા ભાવનાબેન પર પણ હુમલો કરી માર માર્યો હતો. જેમાં માતા-પુત્રને માથા સહિત શરીરના અલગ-અલગ ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી. બનાવ અંગે કાર્તિકભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular