HomeMorbiમોરબીમાં મોડી રાત્રે કારને આગ ચાંપવાની ઘટના! એક્ટિવા પર આવેલા બે શખ્સોએ...

મોરબીમાં મોડી રાત્રે કારને આગ ચાંપવાની ઘટના! એક્ટિવા પર આવેલા બે શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી

મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલી મારુતિ બ્રેઝા કારને અજાણ્યા બે શખ્સોએ આગ ચાંપી દેતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયાની મારુતિ સુઝુકી બ્રેઝા કાર નંબર GJ-36-AJ-5212 ઘરની દીવાલ પાસે શેરીમાં પાર્ક કરેલી હતી. ગત તા. ૨૭ ઓક્ટોબરની રાત્રે બાજુની સોસાયટીમાં રહેતા રમેશભાઈ પટેલે કારમાં આગ લાગી હોવાની જાણ કરતાં પરિવારજનો અને પડોશીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સવારે આસપાસના CCTV ફૂટેજ તપાસતાં એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાવતા નજરે પડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આગમાં કારના બોનેટ અને સાઈડના દરવાજા સહિતના ભાગોને નુકસાન થતાં અંદાજે રૂ. ૩૦ હજારનું નુકસાન થયું છે. આ મામલે કારમાલિકે બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Most Popular