HomeMorbiમહેન્દ્રનગરમાં નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય કેમ્પનું આયોજન, મફત તપાસ અને દવાઓનો મળશે લાભ
મહેન્દ્રનગરમાં નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય કેમ્પનું આયોજન, મફત તપાસ અને દવાઓનો મળશે લાભ
મોરબી: સમાજસેવાના ઉદ્દેશ્ય સાથે શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી દ્વારા આવતીકાલે તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર)ના રોજ મહેન્દ્રનગર ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય કેમ્પ સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી ક્રાંતિ જ્યોત સોસાયટી, રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે યોજાશે.
કેમ્પ દરમિયાન અનુભવી હોમિયોપેથીક તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તેમજ જરૂરિયાત મુજબ મફત હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવશે. વિવિધ સામાન્ય તેમજ લાંબા સમયથી ચાલતા રોગોથી પીડિત દર્દીઓને નિષ્ણાત તબીબોની સલાહ મેળવવાની ઉત્તમ તક મળશે.
આ કેમ્પ ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ ઉંમરના નાગરિકો માટે લાભદાયી રહેશે. આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.