HomeMorbiવાંકાનેરના અપહરણ-દુષ્કર્મ કેસનો ફરાર આરોપી નાગપુરથી ઝડપાયો, 11 વર્ષ બાદ એલસીબીની મોટી...

વાંકાનેરના અપહરણ-દુષ્કર્મ કેસનો ફરાર આરોપી નાગપુરથી ઝડપાયો, 11 વર્ષ બાદ એલસીબીની મોટી સફળતા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 11 માસથી ફરાર આરોપીને મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રના નાગપુર નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણના તથા દુષ્કર્મના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન રહે, શાંતીકા નાગલા તા. કામા જી. ભરતપુર રાજસ્થાન વાળો હાલે ડ્રાઇવીંગ કામ કરતો હોય અને મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા ખાતેથી પસાર થવાનો છે તેવી બાતમી મળતા સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન ઉવ.૩૦ રહે, ગામ નાગલા ઇશ્વરીસીંહ તા.કમાન જી. ભરતપુર રાજસ્થાન વાળો રામટેક આર.ટી.ઓ. ચેક્પોસ્ટ, નાગપુર, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular