HomeMorbi"Let's Break It Down" થીમ સાથે વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી, 100 લાભાર્થીઓમાં...
“Let’s Break It Down” થીમ સાથે વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી, 100 લાભાર્થીઓમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ
“Let’s Break It Down” થીમ હેઠળ આજે વિશ્વ હિપેટાઇટિસ દિન – 28 જુલાઈ, 2026 ની ઉજવણી નિમિત્તે CDHO ડૉ. પી.કે શ્રીવાસ્તવ તેમજ DTO ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન મુજબ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે અંદાજે 100 જેટલા લાભાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ક્ષય કેન્દ્ર ના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર પિયુષ ભાઈ જોશી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને હિપેટાઇટિસ B અને C, HIV/AIDS, સિફિલિસ, ટીબી, લેપ્રસી રોગો હિપેટાઇટિસ રોગ ન પ્રકારો લક્ષણો અને રસીકરણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સારવાર સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત જનજાગૃતિ માટે IEC સામગ્રીનું દર્શાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિપેટાઇટિસ અંગે જાગૃતિ વધારવી, સમયસર તપાસ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવું તેમજ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો.