HomeMorbiહળવદમાં ‘સસ્તા સોના’ની લાલચે વેપારીને ફસાવ્યો, સ્મશાનમાં બોલાવી રૂ. 5 લાખની ઠગાઈ

હળવદમાં ‘સસ્તા સોના’ની લાલચે વેપારીને ફસાવ્યો, સ્મશાનમાં બોલાવી રૂ. 5 લાખની ઠગાઈ

હળવદમાં રેલ્વે ખોદકામમાં મળેલું સોનું-ચાંદી સસ્તા ભાવે આપવાની લાલચ આપી શાતીર ટોળકીએ વેપારી પાસેથી રૂ. 5 લાખ પડાવી નકલી સોનાનો હાર આપી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ સામે રહેતા અને વેપાર કરતાં ૨૫ વર્ષીય સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાયએ આરોપી વિજય સોમાભાઈ ભાલિયા રહે. રાણપુર બોટાદ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિજય તથા અન્ય બે અજાણ્યા આરોપીએ ગુનાહિત કાવતરૂ રચી પોતાને રેલ્વેના ખોદકામમાં ચાંદીના સિક્કા આશરે ૩ કિલો વજનના તથા સોનાનો હાર આશરે ૧ કિલો વજનનો મળેલ હોય અને ફરીયાદીને આ સોનાનો હાર તથા ચાંદીના સિક્કા માર્કેટ ભાવથી ૪૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી પ્રથમ રૂપીયા ૦૩ લાખ ફરીયાદીની દુકાને તથા રૂપીયા ૦૨ લાખ હાસલપુર ચોકડી પાસે સ્મશાનમાં એમ કુલ રૂપીયા ૦૫ લાખ ફરીયાદી પાસેથી ઠગાઈથી મેળવી ખોટા સોનાનો હાર આપી દઈ ફરીયાદી પાસેથી રોકડ રકમ ઓળવી જઈ ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular