HomeMorbiદોઢ મહિનાથી પોલીસને ચકમો આપનાર બાઇક ચોર આખરે ઝડપાયો, ચોરાયેલી હોન્ડા બાઇક...

દોઢ મહિનાથી પોલીસને ચકમો આપનાર બાઇક ચોર આખરે ઝડપાયો, ચોરાયેલી હોન્ડા બાઇક સાથે એલસીબીનો સપાટો

મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી દોઢ મહિના પહેલા પાડા પુલ નીચેથી ચોરાયેલી હોન્ડા બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં બાઇક ચોરીની કબૂલાત આપી હતી.

મોરબી એલ.સી.બી તથા પેરોલ સ્ટાફ કામગીરી કરવા માળીયા-મોરબી નેશનલ હાઈવે રોડ પર માળીયા ફાટક ઓવરબ્રિજ પહેલા સર્વિસરોડ ઉપર પ્રભુકૃપાના ગેટ પાસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગમાં રોકાયેલ હોય તે દરમ્યાન ફરજ પરના અધિકારીને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે, એક નંબર પ્લેટ વગરનું જુનુ હોન્ડા મોટર સાયકલ લઇ એક વ્યક્તિ મોરબી તરફ આવનાર છે. જે બાતમીના આધારે સમીરભાઇ ગફુરભાઇ જેડા (ઉ.વ.૨૫) રહે.હાલ વીશીપરા લાયન્સનગર, મોરબીવાળો ઇસમ મો.સા. ચલાવી માળીયા-મોરબી ને.હા.સર્વિસ રોડ પરથી નિકળતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરી ઇસમની વિશેષ પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે આજથી દોઢેક માસ પહેલા પાડા પુલ નીચે રવિવારી ભરાય છે ત્યાંથી ચોરી કરેલની કબુલાત આપેલ જે મો.સા.બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. અંગે મોરબી સીટી બી ડિવિઝન પો.સ્ટે.માં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે મો.સા.ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ)મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડિવી.પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular