HomeMorbiકલેક્ટર સ્વપ્નિલ ખરેએ વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરએ વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરીની તપાસ હાથ ધરીને અરજદારોની વિવિધ શાખાઓની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત, તેમણે વાંકાનેર નગરપાલિકા ખાતે વેરા વસૂલાત અને જન્મ-મરણ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ DILR કચેરી ખાતે સિટી સર્વે નોંધ અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારના પાત્ર લાભાર્થીઓને રહેણાંક પ્લોટ-મકાન સહાય મળે તથા ગામતળ, સ્મશાન અને કબરસ્તાન જેવી જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે અર્થે સઘન કાર્યવાહી કરવા કલેક્ટરએ સ્પષ્ટ તાકીદ કરી હતી.