HomeMorbi“Operation SURAKSHIT CYBER SPACE” – જાગૃતિથી સુરક્ષિત સમાજ તરફ એક સફળ પહેલ

“Operation SURAKSHIT CYBER SPACE” – જાગૃતિથી સુરક્ષિત સમાજ તરફ એક સફળ પહેલ

ગુજરાત પોલીસના માનનીય ડીજીપી જી. એસ. મલિકના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ તથા કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબ અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ તા. ૦૧/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ દરમિયાન “Operation SURAKSHIT CYBER SPACE” અંતર્ગત મોરબી શહેરમાં વ્યાપક સાયબર સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ ૨૮ દિવસ દરમિયાન મહેશભાઈ સોલંકી (IT Expert) દ્વારા શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ, ઉદ્યોગો, હોટલો અને વિવિધ સંસ્થાઓમાં સતત સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજીને ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને નાગરિકોને ડિજિટલ સુરક્ષા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમોમાં સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો, OTP અને UPI ફ્રોડ, સોશિયલ મીડિયા સુરક્ષા, મોબાઇલ અને બેંકિંગ સુરક્ષા, 1930 Cyber Helpline તથા National Cyber Crime Reporting Portal અંગે વિગતવાર સમજ આપવામાં આવી. આ ઉપરાંત SHE Team દ્વારા મહિલા સુરક્ષા અને સહાય અંગે માહિતી આપવામાં આવી તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળે તે માટેની રાહવીર યોજના (Golden Hour) અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી.

આ અભિયાનનો હેતુ માત્ર માહિતી આપવાનો નહોતો, પરંતુ દરેક નાગરિકમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ, મહિલા સુરક્ષા પ્રત્યે વિશ્વાસ અને માર્ગ સુરક્ષા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.

“જ્યારે પોલીસ જનતા સુધી જ્ઞાન પહોંચાડે છે, ત્યારે માત્ર ગુનાઓ અટકતા નથી, પરંતુ વિશ્વાસ, સુરક્ષા અને જવાબદાર સમાજનું નિર્માણ થાય છે.”

RELATED ARTICLES

Most Popular