HomeMorbiત્રણ મહિનાથી પોલીસને ચકમો આપતો દારૂ કેસનો ફરાર આરોપી આખરે ટંકારા પોલીસના...

ત્રણ મહિનાથી પોલીસને ચકમો આપતો દારૂ કેસનો ફરાર આરોપી આખરે ટંકારા પોલીસના હાથે ઝડપાયો

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર ટ્રકમાંથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. જે ગુનામાં અલગ અલગ કુલ-૧૨ આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. જે ગુનામાં નાસતો ફરતો આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ઉ.વ-૩૪) રહે-રાજકોટ રામાપીર ચોકડી રૈયાધાર સ્લમ કવાર્ટર નંબર-૮૭૧ તા.જી.-રાજકોટ મુળ ગામ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગર વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular