HomeMorbiકલેક્ટર દ્વારા હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની તપાસણી કરાઈ; અરજદારો સાથે કર્યો સીધો...
કલેક્ટર દ્વારા હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની તપાસણી કરાઈ; અરજદારો સાથે કર્યો સીધો સંવાદ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ હળવદ પોલીસ સ્ટેશનની તપાસણી કરી રજિસ્ટરો, વિવિધ શાખાઓ અને પરિસરનું નિરીક્ષણ કરી નાગરિકોને સમયસર તથા સંવેદનશીલ પોલીસ સેવાઓ મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ તેમણે સબ રજિસ્ટ્રાર કચેરી તેમજ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની સમીક્ષા કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ સ્થળ પર ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધીને કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.