HomeMorbiમોરબી પોક્સો કોર્ટનો મોટો ચુકાદો: સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦...

મોરબી પોક્સો કોર્ટનો મોટો ચુકાદો: સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા

મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ આચરવાના એક ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપી સંજયભાઈ રાણાભાઈ સોલંકીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂા. ૨૫,૦૦૦ ના દંડની સજા ફટકારી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ચકચારી કેસમાં સરકાર પક્ષ તરફથી મદદનીશ સરકારી વકીલ એન. ડી. કારીખા દ્વારા અદાલતમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તેમણે કેસના સાબિતી માટે ૧૯ જેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ અને પ્રબળ દલીલો રજૂ કરી અદાલત સમક્ષ આરોપીનો ગુનો સાબિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

અદાલતે સરકારી વકીલ એન.ડી. કારીયાની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ ૩, ૪ અને ૧૮ હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે, તેમજ વસૂલ કરાયેલી દંડની રકમમાંથી રૂા. ૨૫,૦૦૦ પીડિત સગીરાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular