HomeMorbiસુખપર પાસે એક્ટીવા પર દારૂની હેરાફેરી નિષ્ફળ: હળવદ પોલીસે 42 હજારના મુદ્દામાલ...

સુખપર પાસે એક્ટીવા પર દારૂની હેરાફેરી નિષ્ફળ: હળવદ પોલીસે 42 હજારના મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપ્યો

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક હળવદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક્ટીવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.42 હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બેસતા હળવદ તાલુકાના સુખપર ગામ નજીક રોડ પર એક એક્ટીવા રજીસ્ટર નંબર -GJ-36-BC-4449 વાળીની તલાશી લેતા એક્ટીવામાથી વિદેશી દારૂની બોટલ નંગ -૯૬ કિંમત રૂપિયા ૧૨૦૦૦ તથા એક્ટીવા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪૨૦૦૦ ના મુદામાલ સાથે આરોપી અજય વિનોદભાઈ સુરેલા રહે. હળવદ વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular