HomeMorbiદેવગઢમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતો તીનપત્તિનો જુગાર ઝડપાયો, પાંચ જુગારીઓ પોલીસ જાળમાં
દેવગઢમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતો તીનપત્તિનો જુગાર ઝડપાયો, પાંચ જુગારીઓ પોલીસ જાળમાં
માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડી રૂ. 11,580નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળિયાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચમો શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા, દિનેશભાઈ ગેલાભાઈ સવશેટા, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા રહે. ત્રણેય દેવગઢ ગામ તથા પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા અને મહેશ ભારતી નારાયણ ભારતી ગોસ્વામી રહે બંને નાની બરાર ગામ તા. માળીયા વાળાને રોકડ રૂપિયા 11,580 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.