HomeMorbiઘૂંટુ ગામમાં પાડોશીઓ વચ્ચે ધિંગાણું: પત્નીને મારવા મુદ્દે સમજાવવા જતા બે પક્ષ...
ઘૂંટુ ગામમાં પાડોશીઓ વચ્ચે ધિંગાણું: પત્નીને મારવા મુદ્દે સમજાવવા જતા બે પક્ષ સામસામે આવ્યા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં પત્નીને મારવા મુદ્દે સમજાવવા ગયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાડોશીઓ વચ્ચે લાકડાના ધોકાથી મારામારી થઈ હતી. ઘટનાને પગલે બંને પક્ષોએ એકબીજા સામે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ૨૭ વર્ષીય કિશનભાઇ ગેલાભાઈ સોલંકીએ આરોપી જયદીપભાઇ દિનેશભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ, રેખાબેન રહે. બધા ઘુંટુ ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી જયદીપને તેના પત્નીને માર નહીં મારવા બાબતે સમજાવતા જે વાતનું સારૂ નહીં લાગતા આરોપીઓએ ફરીયાદિના ઘર પાસે જઈને ફરીયાદીના મમ્મી રમીલાબેનને જેમફાવે તેમ ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે વળતી ફરીયાદ ઘુંટુ ગામે રહેતા ૫૭ વર્ષીય દિનેશભાઇ જેરામભાઈ રાઠોડએ આરોપી કિશનભાઇ ગેલાભાઈ સોલંકી, મનોજભાઈ ગેલાભાઈ સોલંકી, રમીલાબેન ગેલાભાઈ સોલંકી રહે. બધા ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી જયદીપભાઈ તથા દિપિકાબેન આરોપી રમીલાબેનને માટે જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને સાથી ને ગંદી ગાળો બોલી આરોપીઓને ફોન કરી બોલાવી ઝગડો કરતા ફરીયાદી વચ્ચે પડતા લાકડાના ધોકા વડે ફરીયાદીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.