HomeMorbiત્રણ માસથી પોલીસને ચકમો આપતો દારૂના ગુનાનો આરોપી આખરે ઝડપાયો

ત્રણ માસથી પોલીસને ચકમો આપતો દારૂના ગુનાનો આરોપી આખરે ઝડપાયો

મોરબી અને ટંકારા પોલીસના પ્રોહિબીશનના બે અલગ ગુનાઓમાં છેલ્લા ત્રણ માસથી ફરાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. તેમજ મોરબી શહેર તુલસીપાર્ક નજીક અલગ અલગ કુલ-૦૩ વાહનોમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હોય જે બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મોમભાઇ કરમણભાઇ ઉર્ફે ટીહાભાઇ વરૂ (ઉ.વ-૩૪) રહે. ઘંટેશ્વર ગામ બાયપાસ ચોકડી મચ્છુ માતાના મંદિર ની સામે તા.જી.-રાજકોટ વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular