HomeMorbiમોરબી: મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાયો! ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા, ૩૨ ગામોને...

મોરબી: મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાયો! ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા, ૩૨ ગામોને હાઇ એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાઈ જતાં ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે બપોરે ૧૫:૩૦ વાગ્યે ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૧૦,૧૧,૬૪… ક્યુસેક જેટલો પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારના ૩૨ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના ૨૨ ગામો:

જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર.

માળિયા તાલુકાના ૧૦ ગામો:

વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર.

તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર-ઢાંખરને પણ નદીના પટ તરફ ન જવા દેવા માટે ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular