HomeMorbiમોરબી પોલીસની ઉત્તમ કામગીરી: કેનાલ ચોકડીની ઝૂંપડપટ્ટીમાં બાળકોને નાસ્તો-બિસ્કિટ વિતરણ
મોરબી પોલીસની ઉત્તમ કામગીરી: કેનાલ ચોકડીની ઝૂંપડપટ્ટીમાં બાળકોને નાસ્તો-બિસ્કિટ વિતરણ
મોરબીમાં ભારે વરસાદને કારણે કેનાલ ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં માનવતાની ભાવના સાથે સામાજિક સંસ્થા “હેન્ડસ ઓફ કરુણા” દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ઉપસ્થિતિમાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાણી ભરાયેલા વિસ્તારમાં રહેતા નાના બાળકોને નાસ્તો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પણ પહોંચાડવામાં આવ્યું હતું.
ભારે વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સમયસર સહાય મળી રહે તે માટે સામાજિક સંસ્થા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી આ સેવા કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. વરસાદી સંકટ વચ્ચે માનવતાનો આ પ્રયાસ અનેક પરિવારો માટે રાહતરૂપ બન્યો હતો.