HomeMorbiમોરબીમાં મોબાઈલના પૈસાની લેતી-દેતીમાં વિવાદ: યુવક પર પથ્થર વડે હુમલો, ફ્રેક્ચર જેવી...

મોરબીમાં મોબાઈલના પૈસાની લેતી-દેતીમાં વિવાદ: યુવક પર પથ્થર વડે હુમલો, ફ્રેક્ચર જેવી ઈજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જૂના મોબાઈલના નાણાં પરત આપવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક શખ્સે યુવક પર પથ્થર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં ઈજાગ્રસ્તને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ ઇન્દિરાનગર ખોડિયાર મા ના મંદિરની પાછળ રહેતા અને મંજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૬ વર્ષીય દેવજીભાઈ બેચરભાઈ ઉપસરીયાએ આરોપી ભાવેશ ઉપસરીયા રહે. ઇન્દિરાનગર મોરબીવાળા વિરૂદ્ધ મોરબ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીના દિકરા ક્રીષ્નાને આરોપી સાથે બોલાચાલી ઝગડો થતા જે બાબતે ફરીયાદિ આરોપીને સમજાવવા જતા આરોપીએ ફરીયાદિને ગાળો આપી છુટા પથ્થરના ઘા કરી ફરીયાદિને નાકના ભાગે તથા ડાબા પગ ના થાપાના ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular