HomeMorbiમોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત
મોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત
મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો પર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. 4,250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો બેચરભાઈ અમરાભાઇ ચાવડા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ, દિલીપભાઈ રવજીભાઇ સોલંકી રહે. બધા વિસીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.