HomeMorbiહળવદમાં તસ્કરોનો તરખાટ: બંધ દુકાનનું શટર તોડી રૂ.1.30 લાખની સોપારી-તમાકુ પર હાથફેરો
હળવદમાં તસ્કરોનો તરખાટ: બંધ દુકાનનું શટર તોડી રૂ.1.30 લાખની સોપારી-તમાકુ પર હાથફેરો
હળવદ શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. સરા રોડ પર આવેલી વેપારી દુકાનનું શટર તોડી અજાણ્યા તસ્કરો રૂ.1.30 લાખની સોપારી અને તમાકુની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદમા સલાટ ફળી ધાંગધ્રા દરવાજા અંદર રહેતા૩૮ વર્ષીય રામસંગ બહાદુરસંગ ઠાકુરએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે દિવસ કે રાત્રીના કોઇપણ સમયે ફરીયાદીની દુકાનના શટરનુ તાળુ તોડી પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ચીજ વસ્તુ ઓ જેમાં સોપારી આશરે ૨૩૦ કિલો ગ્રામ, બાગબાન તમાકુના ૫૦ ગ્રામના પતરાના ડબ્બા નંગ- ૫૦ મળી કુલ કિ.રૂ.૧,૩૦,૦૦૦/- ના મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.