HomeMorbiમોરબીમાં બે વર્ષથી ફરાર મહિલા આખરે ઝડપાઈ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજ કેસમાં...
મોરબીમાં બે વર્ષથી ફરાર મહિલા આખરે ઝડપાઈ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજ કેસમાં LCBની કાર્યવાહી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડ, મોરબીના અધિકારી/કર્મચારીઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં નાસતા ફરતા મહિલા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઇ મનજીભાઇ સોલંકી રહે. મોરબી-૨ માળીયા વનાળીયા સોસાયટીવાળા હાલે મોરબી ખાતે તેના રહેણાક મકાને હોવાની બાતમી મળતા મળેલ બાતમીના અધારે મહિલા પોલીસ કર્મચારીની સાથે તપાસ કરતા મહિલા તેના રહેણાક મકાને હાજર મળી આવતા તેના પિતા તથા મહિલા પોલીસ કર્મચારી સાથે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મહિલાની આ ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે આ ગુનામાં પકડવાના બાકી હોવાનુ જણાવતા હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.