HomeMorbiભક્તિનગર સર્કલ નીચે દારૂનો જથ્થો ઝડપાયો: 10 ચપલા સાથે એક આરોપી પકડાયો,...

ભક્તિનગર સર્કલ નીચે દારૂનો જથ્થો ઝડપાયો: 10 ચપલા સાથે એક આરોપી પકડાયો, સપ્લાયર ફરાર

મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂના 10 ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં અન્ય એક વ્યક્તિ પાસેથી દારૂ મેળવ્યાનું ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી નુરુદ્દીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી રહે. ખોજા સોસાયટી તુલસી પાર્ક સોસાયટી પાછળ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા દારૂનો જથ્થો શૈલેષ પુનાભાઈ વાળા રહે. મોરબીવાળા પાસેથી મેળવેલ હોવાનુ જણાવતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular