HomeMorbiચરાડવામાં ટ્રાવેલ્સ ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
ચરાડવામાં ટ્રાવેલ્સ ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સ ઓફિસમાં ચાલતા તીનપત્તીના જુગાર પર મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડે સંયુક્ત દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 61 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડ સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, વિજયભાઇ છગનભાઇ પટેલ રહે. ચરાડવા વાળા પોતાના કબજા ભોગવટાવાળી ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ ટ્રાવેલ્સની ઓફિસમા બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી સ્થળે રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૩ ઇસમો વિજયભાઇ છગનભાઇ માકાસણા રહે. ચરાડવા,રફીકભાઇ હારૂનભાઇ મોવર રહે.માળીયા મીંયાણા માતમના ઓટા પાસે, દિલીપભાઇ અરવિંદભાઇ સોનગ્રા રહે.ચરાડવા પ્લોટ વિસ્તારમા તા.હળવદવાળાને રોકડા રૂપીયા ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.