HomeMorbiહળવદમાં જુગાર પર પોલીસનો પ્રહાર: માલણીયાદની સીમમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા
હળવદમાં જુગાર પર પોલીસનો પ્રહાર: માલણીયાદની સીમમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા
હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે માલણીયાદ ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂ. 29,800ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માલણીયાદ ગામની સીમમાં આરોપી બળદેવભાઇ પરમારની વાડીએ જવાના રસ્તામાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઈસમો બળદેવભાઇ ગણેશભાઇ પરમાર રહે.ગામ નવા માલણીયાદ તા.હળવદ, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર રહે ગામ નવા માલણીયાદ તા.હળવદ, દયારામભાઈ બાબુભાઈ ધામેચા રહે.ગામ ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.