HomeMorbiમોરબીના કેપિટલ માર્કેટમાં પોલીસનો દરોડો: એફ-૫૦ નંબરની દુકાનમાંથી રૂ. ૩૨ હજારનો વિદેશી...

મોરબીના કેપિટલ માર્કેટમાં પોલીસનો દરોડો: એફ-૫૦ નંબરની દુકાનમાંથી રૂ. ૩૨ હજારનો વિદેશી દારૂ જપ્ત, એક ગિરફ્તાર

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે પોલીસની ટીમે દરોડો પાડીને એક દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રૂ. ૩૨,૪૫૩ની કિંમતની ૩૭ બોટલ કબ્જે કરી મૂળ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ આદરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી રવાપર ચોકડી કેપીટલ માર્કેટ ચોથા માળે એફ -૫૦ દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૭ કિંમત રૂપિયા ૩૨૪૫૩ ના મુદામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા રહે. તુલસી પાર્ક સોસાયટી શનાળા રોડ બાયપાસ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો મહેશભાઈ દાનાભાઈ જારીયા રહે. રવાપર ગામ મોરબી તથા ધવલભાઈ પરમાર રહે‌. રાજકોટવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular