HomeMorbiએક વર્ષથી પોલીસને ચકમો આપતો પ્રોહિબિશન કેસનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

એક વર્ષથી પોલીસને ચકમો આપતો પ્રોહિબિશન કેસનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઇ માણેક રહે, ગામ ધાંગધ્રા મોચીવાડ હરીપર રોડ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો જુના ઘુટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે હોવાની બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફને બાતમીવાળી જગ્યા પર મોકલી મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular