HomeMorbiમોરબીના ઇન્દિરાનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
મોરબીના ઇન્દિરાનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇન્દિરાનગર વિસ્તારમાંથી રૂ. 17,263ના વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમા સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર, મેલડીમાતાના મંદિર વાળી શેરીમાં ઓકળાના કાંઠા પાસેથી વિદેશી દારૂની બોટલ તથા ચપલા મળિ કુલ નંગ -34 જેની કિંમત રૂપિયા 17,263 નાં મુદ્દામાલ સાથે આરોપી અમરશીભાઈ રૂપાભાઈ પંચાસરા (ઉં.વ.૨૧) રહે. ઇન્દિરાનગર, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.