HomeMorbiવાંકાનેરના મફતીયાપરામાં જાહેરમાં જુગારનો અડ્ડો ઝડપાયો, પાંચ જુગારીઓ રોકડ સાથે ઝબ્બે

વાંકાનેરના મફતીયાપરામાં જાહેરમાં જુગારનો અડ્ડો ઝડપાયો, પાંચ જુગારીઓ રોકડ સાથે ઝબ્બે

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક મફતીયાપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 10,200 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે મફતિયાપરામા નરસિંહભાઈ પાંચાભાઈ ચૌહાણના ઘર પાસે ખૂલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો સુરેશભાઈ વશરામભાઈ ગર રહે. મફતિયાપરા વાંકાનેર, મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર રહે. રાજકોટ, આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી રહે. મફતિયાપરા વાંકાનેર, સાગરભાઈ કેશાભાઈ વિકાણી રહે. મફતીયાપરા વાંકાનેર, લાલો ગોરધનભાઈ જોગીયાણી રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular