HomeMorbiવાંકાનેરમાં ટ્રાફિક ફરજમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સો સામે ગુનો...

વાંકાનેરમાં ટ્રાફિક ફરજમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની સૂચના આપતા બે શખસો ઉશ્કેરાયા હતા. પોલીસે સાથે ગાળાગાળી, ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર બંને સામે ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનારામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારી તથા અન્ય પોલીસ કર્મચારીઓ જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક ફરજમાં હતા. તે દરમિયાન એક એક્ટીવા રજીસ્ટર નંબર GJ-23-EL-7 રોંગ સાઈડમાંથી આવી રહ્યું હોય, પોલીસે તેમને અટકાવી રોંગ સાઈડમાં વાહન ન લઈ જવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને એક્ટીવા ચાલક તથા પાછળ બેઠેલા સતુભા ઝાલા રહે. બંને વાંકાનેર નામના શખસે પોલીસ સાથે ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી, ભૂંડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૨-૩) અને ૫૪ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular