HomeMorbiમોરબીની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો
મોરબીની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સુરતમાંથી ઝડપાઈ જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અલ્પેશ વિનોદભાઇ ચૌધરી રહે, સયાન પ્લોટ નં.૨૨૪ નિશાલ ફળીયુ સેખપુશ રોડ જી.સુરત વાળો સુરત સેખપુશ રોડ નિશાલ ફળીયુ ખાતે હોવાની બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફનાઓએ સુરત ખાતેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.