HomeMorbiમોરબીના 'નેક્ષા સ્પા' પર SOGનો દરોડો: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીના ‘નેક્ષા સ્પા’ પર SOGનો દરોડો: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીના જેતપર રોડ પર આવેલા ‘નેક્ષા સ્પા’માં SOGની આકસ્મિક તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન સામે આવતા સ્પા સંચાલક સામે BNS કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી SOG ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બહુચર કોટા નજીક આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ સ્પા પાર્લરની તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર હાજર સ્પા સંચાલક પ્રિન્સ ભરતભાઈ વાઢેર (ઉં.વ. ૨૦, રહે. પાવનપાર્ક-૨, સામાકાંઠે, મોરબી, મૂળ રહે. સોનપરા, તા. ગીર ગઢડા) ની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા બે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામા મુજબ સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ડેટા પણ જાળવવામાં આવ્યો ન હતો. જાહેરનામાના સરેઆમ ભંગ બદલ SOG પોલીસે આરોપી પ્રિન્સ વાઢેર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરી નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular