HomeMorbiટંકારામાં લેન્ડ ગ્રેબિંગ સામે કડક કાર્યવાહી: પાંચ વીઘા જમીન પર ગેરકાયદે કબ્જો...
ટંકારામાં લેન્ડ ગ્રેબિંગ સામે કડક કાર્યવાહી: પાંચ વીઘા જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામમાં પાંચ વીઘા ખેતીની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી વાવેતર કરી આર્થિક લાભ મેળવવાના આક્ષેપસર એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ પર રહેતા ૩૭ વર્ષીય દમયંતીબેન કૈલાશભાઈ દેવડા એ આરોપી આલજીભાઈ અમરાભાઈ ચાવડા વીરવાવ (ગણેશપર) તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના નામની દસ્તાવેજ નં.૧૧૫/ ૨૦ ૨૫ થી ખરીદ કરેલ ટંકારા તાલુકાના વીરવાવ /ગણેશપર ગામના સર્વે નં.૫૬૯ પૈકી ૨૩ પૈકી ૦૨ વાળી ખેડાણની ૦૫ વિદ્યા જમીન ક્ષેત્રફળ ૦-૮૦-૯૪ હૈ, આર. ચો.મી. વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ)અધિનિયમ-૨૦૨૦૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.