HomeMorbiમોરબી તાલુકા પોલીસની કાર્યવાહી: પ્રોહીબીશનના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપી ઝડપાયા
મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી: પ્રોહીબીશનના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપી ઝડપાયા
મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી પ્રોહીબીશનના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપી રવીરાજ ચોકડી બ્રિજ નીચેથી જ્યારે બીજા આરોપીને ઘુંટુ રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી ઇમરાનભાઇ કાસમભાઇ તરાયા રહે-જસાપર વાંઢ સિકારપુર તા.ભચાઉ જી.કચ્છ વાળા છેલ્લા પાંચેક માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, આ ગુન્હાનો પકડવાનો બાકી આરોપી રવીરાજ ચોકડી બ્રિજ નીચે હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બીજો આરોપી ભરતભાઇ ઉર્ફે લાલો કાંતીભાઈ ઠાકોર રહે-વાહેદપુર અમરાપુર ગામ તા.સમી જી.પાટણ વાળા છેલ્લા છયેક માસ થી નાસતો-ફરતો હોય જેને ઘુંટુ રોડ ઉપર હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.