HomeMorbiમોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર લાકડાના ધોકા વડે હુમલો
મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર લાકડાના ધોકા વડે હુમલો
મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક સાથે મારામારી કર્યાની ઘટના સામે આવી છે. લાકડાના ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શક્ત સનાળા નવ પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ભીમજીભાઈ સોલંકી (ઉં.વ. ૨૯) એ આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા રહે. શક્તશનાળા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણવા છતા ફરીયાદીને જાહેરમા જાતી પ્રત્યે અપ- સબ્દો બોલી ઝગડો કરી ફરીયાદીને એક ઢીકો મોઢા ઉપર મારી તથા નાનો લાકડાનો ધોકો કપાળના ભાગે મારી ઇઝા કરી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૧૧૫(૧) તથા એટ્રોસીટી એક્ટ ની કલમ, ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫૫એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.